सीधे मुख्य सामग्री पर जाएं

SOCIAL WORK



ગુજરાતમાં SIR પૂર્ણ!

73 લાખથી વધુ નામ કમી, નવું લિસ્ટ જાહેર!

📊 આંકડાકીય હાઈલાઈટ્સ:

કુલ મતદારો :  4.34 કરોડ (ડિજિટલ ફોર્મ દ્વારા નોંધાયેલા).

નામ કમી થયા : 73.73 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા.

ગ્રાઉન્ડ વર્ક : 50,963 BLO દ્વારા ઘરે-ઘરે જઈને ચકાસણી કરવામાં આવી અને 4.34 કરોડ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરાયું.

❌ કેમ 73 લાખ નામ દૂર કરવામાં આવ્યા?

તપાસ દરમિયાન સામે આવ્યું કે લાખો મતદારો હવે તે વિસ્તારમાં રહેતા નથી અથવા હયાત નથી:

અવસાન પામેલા: 18.07 લાખ
કાયમી સ્થળાંતર (બીજે રહેવા ગયા): 40.25 લાખ
ગેરહાજર મતદારો: 9.69 લાખ
બે જગ્યાએ નામ હોય તેવા: 3.81 લાખ
અન્ય કારણો: 1.89 લાખ

જો તમારું નામ યાદીમાં નથી અથવા સુધારો કરવાનો છે, તો આ  સમયપત્રક નોંધી લેજો - 

18 જાન્યુઆરી, 2026: વાંધા-દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ.
10 ફેબ્રુઆરી, 2026: ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાનો નિકાલ.
17 ફેબ્રુઆરી, 2026: સુધારેલી 'આખરી મતદાર યાદી' પ્રસિદ્ધ થશે.

🔍 તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? આ રીતે ચેક કરો

તમે ઘરે બેઠા અથવા કચેરીએ જઈને નામ ચકાસી શકો છો:

ઓનલાઈન: ceo.gujarat.gov.in અથવા voters.eci.gov.in પર.
એપ: ECINET App ડાઉનલોડ કરીને.
રૂબરૂ: તમારા વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) પાસે અથવા જિલ્લા ચૂંટણી કચેરી ખાતે.

📝 કયા કામ માટે કયું ફોર્મ ભરવું?

નવું નામ ઉમેરવા: ફોર્મ નં. 6 (જેમની ઉંમર 1-1-2026 ના રોજ 18 વર્ષ થાય છે તેમના માટે)

વિગતોમાં ભૂલ સુધારવા: ફોર્મ નં. 8.

નામ સામે વાંધો લેવા (નામ કમી કરવા): ફોર્મ નં. 7

🔍તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? આ રીતે ચેક કરો
https://electoralsearch.eci.gov.in/uesfmempmlkypo

જો તમારૂ નામ ડ્રાફ્ટ મતદાર યાદી માં આવી ગયું હશે તો આ લિંક પર ચૂંટણી કાર્ડ નંબર (EPIC) અથવા બીજી વિગતો નાખવા થી તમારૂ નામ અને કઈ વિધાનસભાના ક્યા બુથ ( નવા બૂથ મુજબ )માં તમારૂ નામ છે તે બતાવશે

❓શું ઉપર મુજબ તમારૂ નામ યાદી માં નથી તો આ લિંક પર જઈ તમારા ચૂંટણી કાર્ડ નંબર (EPIC) નાખવાથી તમારૂ નામ ક્યા કારણો થી કમી કરવામા આવેલું છે તે બતાવશે .

https://chunavsetu-search.gujarat.gov.in/ADS/SearchADSEPIC.aspx

✂️શું તમારું નામ મતદારયાદી માંથી નીકળી ગયું છે અને તમારે ફરીથી યાદી માં નામ દાખલ કરવું છે

6⃣ફોર્મ નંબર ૬ ભરવા માટે આ લિંક પરથી તમારા નંબર થી લોગીન કરી ફોર્મ ૬ ભરો .

7⃣શું તમારે મતદારયાદીમાં આવેલા નામ પર કોઈ વાંધો ઉઠાવવો છે તો ફોર્મ ૭ ભરો.

8⃣શું તમારે  ફક્ત તમારા નામ અથવા સરનામાં માં સુધારો કરવો છો ? તો ફોર્મ ૮ ભરો .

ઉપર મુજબ જો તમારે ફોર્મ ૬ , ૭ કે ૮ ભરવા હોય તો ઓનલાઈન ભરવા માટે આપેલા લિંક પરથી તમારા નંબર થી લોગીન કરી ફોર્મ સિલેક્ટ કરી ભરી શકશો.

https://voters.eci.gov.in/

📝જો તમારે ફોર્મ ની નકલ જોઈએ તો નીચેની લીંક પર ક્લિક કરી મેળવી શકો છો ,ત્યારબાદ તેને ભરી ને તમારા BLO અથવા સક્ષમ ચૂંટણી અધિકારીને જમા કરાવી શકો છો .

ફોર્મ ૬ - https://drive.google.com/file/d/1Hj2oS5pKK7XOIciltPpbpske52cRIJO-/view?usp=sharing

ફોર્મ ૭ - https://drive.google.com/file/d/1yANnyF5lwEOHqnBi3we5r6l0V4zpdyds/view?usp=sharing








અબ આપ ખ્વાજા ગરીબ નવાઝ ટ્રસ્ટ કી અપડેટ નઇ સ્કીમ ઔર પ્રોગ્રામ ઈવેન્ટ કી જાણકારી www.kgnwt.in વેબસાઇટ સે હાંસિલ કર સકતે હૈ ઇસ લિયે આપ સે રિક્વેસ્ટ હૈ કે વેબસાઇટ કી વિજિટ જરૂર કરે ઔર યે મેસેજ દૂસરો તક પોહચાયે જિસ સે લોગો કો ફાયદા હો ઔર યે વોટ્સએપ ચેનલ કો ફોલો જરૂર કરે https://whatsapp.com/channel/0029VaAEQ6pKmCPUUvnHzb3x KGN TRUST SURAT 8154989786















टिप्पणियाँ

एक टिप्पणी भेजें

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

fill form free

RTE  નાં ફોર્મ ભરવા માટેનાં પુરાવા આધાર કાર્ડ (માતા-પિતા તથા વિદ્યાર્થી) પાન કાર્ડ ( માતા અથવા પિતા ) જન્મ દાખલો (વિદ્યાર્થી) બેંક પાસબુક (માતા અથવા પિતા) મામલતદારનો આવક નો દાખલો (૧ લાખ ૫૦ હઝાર થી ઓછી આવક) જાતી નો દાખલો (જો લાગુ પડતી હોય તોજ) (SC, ST & OBC માટે) પાસપોર્ટ સાઈઝ ફોટો (માતા-પિતા તથા વિદ્યાર્થી) મોબાઈલ સાથે લઈને આવવું ઘરે થી સ્કુલ પસંદ કરી સ્કુલ ની લિસ્ટ બનાવી ને આવવું બધા ડોક્યુમેન્ટ ઓરીજીનલ લઈને આવવા રેશન કાર્ડ (લાગુ પડતું હોય તો) મફત દવા માટેનાં ફોર્મ ભરવા માટે નીચે જણાવેલ બધા ડોક્યુમેન્ટ હશો તો જ ફોર્મ ભરવામાં આવશે ૧. આધારકાર્ડ ૨. રાશન કાર્ડ ૩. લાઈટ બિલ (નવો લાઈટ બિલ લાવવો) ૪. ડોક્ટરે લખેલી દવા ની ચિઠ્ઠી ૫. વિધવા હેલ્પ માટે આ ડોક્યુમેન્ટ સાથે મરણ દાખલો લાવવો. ૬. એજ્યુકેશન માટે આ ડોક્યુમેન્ટ સાથે બેન્ક પાસબુક લાવી. નોંધ: મફત દવા માટેનાં ફોર્મ જરૂરતમંદ ગરીબો માટે છે, તમારા ડોક્યુમેન્ટસ જોઈને અમને લાગશે તો જ અમે ફોર્મ ભરી આપીશું, મહેરબાની કરી ફોર્મ ભરવા માટે મગજમારી કરવી નહીં. લી. ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ હજ કમીટી ના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ : ૧.પાસ...

AL MAKTABATUL MADINA &

MQIS KHAS WATC https://youtu.be/TxcRJ4Cwcic?si=zGz2oGRhp-L0eY4y ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ(રોશની સબકે લીયે)  ( લોભ, લાલચ અને સ્વાર્થ વગર અવશ્ય સેવા કરો)                 ( દેને વાલે બનો લેને વાલે નહીં)                            અજૂબા                    દુનિયામાં સૌથી અલગ અને અજુબો ટ્રસ્ટ તા. ૮/૬/૨૦૧૪ થી ટ્રસ્ટ શરૂ થયેલ અને અગિયાર માં વર્ષે પણ મેડિકલ,  લેબોરેટરી ,સોનોગ્રાફી, અક્ષરે અને OPD ના રેટ(ભાવ) માં એક પણ પૈસા (રૂપિયા)નો વધારો  નહિ સુરત ની જનતા માટે ચંદા ફંદા (ડોનેશન ) વગર   ને ખાલી મેડિકલ. સ્ટોર માં 10 વર્ષ માં 12 કરોડ ઉપર નો ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ લોગો ને ફાયદો થયેલ બાકી બધાઈ માં અલગ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન તારીખ 6/5/2013 મેડિકલ ઓપનિંગ 08/06/2014 લેબ ઓપનિંગ  04/10/2015 લેબ રિનોવેશન  03/02/2019 સોનોગ્રાફી ઓપનિંગ  04/10/2015 સોનોગ્રાફી રિનોવેશન  15/08/2021 ઓફિસ ઓપનિંગ .15/08...